¡Sorpréndeme!

Caste Census Breaking News: જાતિ જનગણનાને લઈ મોદી સરકારનો મોટો નિર્ણય

2025-04-30 1 Dailymotion

કેન્દ્ર સરકારે આજે કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લીધો છે, કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવશે અને આ આગામી વસ્તી ગણતરીમાં આ વાતને સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કેબિનેટ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કોંગ્રેસ સરકારો જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કરે છે, 1947 થી જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી નથી. યુપીએ સરકાર દરમિયાન કોંગ્રેસે જાતિ વસ્તી ગણતરીને બદલે જાતિ સર્વેક્ષણ કરાવ્યું હતું. ઘણા રાજ્યોએ રાજકીય દ્રષ્ટિકોણથી જાતિ સર્વેક્ષણો હાથ ધર્યા છે. મૂળ વસ્તી ગણતરીમાં જ જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ થવો જોઈએ.

પીએમ મોદીના નેતૃત્વ હેઠળના રાજકીય બાબતોના મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરીને તેને કરવામાં આવે.