અમદાવાદના ઈન્દિરા બ્રિજ પાસેના આત્રેય ઓર્ચિડ સોસાયટીમાં આજે સાંજના સમયે આગ લાગતા દોડધામ. આત્રેય ઓર્ચિડ સોસાયટીમાં એક ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને આગ આસપાસના ફ્લેટમાં પ્રસરી. ઘટનાની જાણ થતા સ્થાનિકો અન્ય ફ્લેટના લોકો નીચે દોડી આવ્યા. તો ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઑપરેશન શરુ કર્યુ. જો કે આ સમયે ચિંતાની વાત એ હતી. જે ફ્લેટમાં વિકરાળ આગ લાગી હતી એ ફ્લેટમાં ફાયર જવાનોને પ્રવેશ કરવો પણ મુશ્કેલ હતો. જેથી ફસાયેલા લોકોએ જીવ બચાવવા જે માળ પર ફસાયા હતા ત્યાંથી જ છલાંગ લગાવી. તો નીચે ફાયર વિભાગની સાથે સ્થાનિકો પણ નીચે ચાદર અને ગાદલા રાખી કુદેલા વ્યક્તિને બચાવ્યા. આગની આ ઘટનામાં તમામ ફ્લેટમાંથી 27 લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા છે. તો પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.. જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોની સ્થિતિ સામાન્ય છે. એબીપી અસ્મિતા સાથેની વાતમાં ફાયર અધિકારીએ સ્વીકાર કર્યો. ફાયર સ્ટેશન નજીકમાં હોય તો ફાયર રિસ્પોન્સ ટાઈમ ઓછો હોય.. તો અધિકારીએ આગ વધુ વિકરાળ બનવા માટે મકાનની અંદરના ઇન્ટિરિયરને જવાબદાર ગણાવી