પહેલગામ હુમલા પછી, આ સમય છે દેશની એકતા બતાવવાનો.પરંતુ આ નિર્ણાયક ક્ષણમાં પણ નેતાઓને રાજનીતિ કરવાની પડી છે. બેઠકમાં કહે છે કે આતંક વિરુદ્ધની લડાઈમાં અમે એક છીએ. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ નેતાઓમાં એકતાવાળો કોઈ સીન દેખાતો નથી. આ સમય છે પાકિસ્તાનના આતંકવાદ સામે લડવાનો. પણ અહીં તો પ્રધાનમંત્રી પર જ વિપક્ષ મારફતે એટેક કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે એક કપાયેલા માથાનું પોસ્ટર બહાર પાડ્યું અને લખ્યું કે જવાબદારી સમયે ગાયબ. ગઈકાલ સુધી જે કોંગ્રેસ તેના નેતાઓને ચૂપ રહેવાની સલાહ આપતું હતું. તેમના વિવાદિત નિવેદનોને પાર્ટીનું નિવેદન નથી તેવું કહેતું હતું. હવે એ જ કોંગ્રેસે પોતાના સત્તાવાર એક્સ હેંડલ પર આવી પોસ્ટ મૂકી છે. આ એ કોંગ્રેસ પક્ષની પોસ્ટ છે.. જેની સાથે સંબંધ રાખનારા 2-2 પ્રધાનમંત્રી શહીદ થઈ ચૂક્યા છે. કોંગ્રેસના આ જ પોસ્ટર પર પાકિસ્તાનમાં પણ તાલીઓ પડાઈ રહી છે પાકિસ્તાનના પૂર્વ માહિતી મંત્રી ફવાદ હુસૈન ખુશ થઈ રહ્યા છે. તો આ મુદ્દે ભાજપે પણ વળતો પ્રહાર કરતી પોસ્ટ કરી. જેમાં કોંગ્રેસને પાકિસ્તાનના PR એજન્ટ ગણાવ્યા. અને લખ્યું કે કોંગ્રેસ કા હાથ, પાકિસ્તાન કે સાથ...જો કે, સવાલ એ છે કે, શું આપણે એવા પોસ્ટરો બહાર પાડવા જોઈએ જે દુશ્મનોને ગમતા હોય. શું ભાજપના આરોપ પ્રમાણે કોંગ્રેસ પોસ્ટરની મદદથી 'સર તન સે જુદા' ના નારા લગાવવાનો પ્રયાસ કરી રહી છે.. શું કોંગ્રેસના પોસ્ટરોમાં મર્યાદા 'ગાયબ' થઈ રહી છે. અને પ્રશ્ન એ પણ છે કે તેઓ આતંકવાદ સામે લડશે કે અંદરોઅંદર લડશે?. આજની ચર્ચા શરૂ કરીએ પહેલા પોસ્ટર મુદ્દે ભાજપ-કોંગ્રેસના નિવેદન સાંભળી લો.