જમ્મુ અને કાશ્મીરનું પહેલગામ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પરંતુ 22 એપ્રિલ 2025 ના રોજ ત્યાં જે બન્યું તેણે માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું. આતંકવાદીઓએ પહેલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓની ટાર્ગેટ કિલિંગ કરી હતી જેમાં લગભગ 28 પ્રવાસીઓ માર્યા ગયા હતા. તેમની વચ્ચે કેટલાક લોકો એવા હતા જેઓ તેમના નવા લગ્ન પછી પહેલી વાર પ્રવાસ પર ગયા હતા.