ગીર સોમનાથ જિલ્લાના સોલાજ ગામમાં હટાવાયા દબાણો.. ગામના મુખ્ય માર્ગ અને વાડી વિસ્તારમાં કરેલા રસ્તાઓ પર પ્રશાસનની ટીમે બુલડોઝર ફેરવી દીધુ.. લાંબા સમયથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો રોડ રસ્તા પર દબાણો દુર કરવાની માગ કરી રહ્યા હતા.. ત્યારે આખરે કલેક્ટરની સૂચના બાદ સ્થાનિક પ્રશાસને ગેરકાયદે દબાણો દુર કરીને રસ્તાઓ ખુલ્લા કર્યા..