'જૂનાગઢના DDO નીતિન સાંગવાનની વહેલી તકે કરો બદલી... કેમ કે, તેઓ કરી રહ્યા છે મનસ્વી વર્તન...' આ આરોપ સાથે જૂનાગઢ જિલ્લાના સરપંચોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અપાયેલા આવેદનપત્રમાં સરપંચોએ DDO નીતિન સાંગવાનની બદલી કરવાની માગ કરી... આ સમયે જૂનાગઢ જિલ્લાના 3 ધારાસભ્યો દેવાભાઈ માલમ... ભગવાનજી કરગઠીયા અને અરવિંદ લાડાણી પણ પોતાના કામ અર્થે હાજર હતા... તેમને પણ સરપંચોએ રજૂઆત કરી. તો બીજી તરફ જિલ્લાના તલાટીઓએ પણ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું... તલાટીઓનું કહેવું હતું કે, થોડા દિવસ પહેલાં જ 3 તલાટીઓને DDOએ સસ્પેન્ડ કરી દીધા... જેને લઈ વિરોધ દર્શાવ્યો...