એક તરફ દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલતા નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધીનું નામ દાખલ કરવામાં આવ્યું. તો બીજી તરફ એ જ સમયે રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું અને રાહુલ ગાંધી સ્વાગત સમારોહ સ્વીકારી રહ્યા હતા. જો કે, રાહુલ ગાંધીની 37 દિવસમાં આ ત્રીજી મુલાકાત છે. ત્રણ દ્રશ્યો જોજો.
લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી 2027ની ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. જેને લઈને કોંગ્રેસને મજબૂત કરવા 8 માર્ચે કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો. અગાઉ 8 અને 9 એપ્રિલે CWCની બેઠક અને AICCના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી. જ્યારે આજે ડ્રિસ્ટિક્ટ લેવલની કમિટિ નક્કી કરવા પહોંચ્યા છે. સર્કિટ હાઉસમાં નિરિક્ષકો સાથે બેઠક કરી. અને પ્રથમ બેઠકમાં જ જવાબદારી સોંપી દેવામાં આવી. સંગઠનની દ્રષ્ટિએ ગુજરાતને કોંગ્રેસે રોલ મોડલ બનાવવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના શહેરના અને જિલ્લાના અધ્યક્ષ માટે 23 એપ્રિલથી પ્રક્રિયા શરૂ થશે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવાઈ છે. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. પેનલ બનાવતા પહેલા નિરિક્ષકો જે તે શહેર અને જિલ્લામાં 3 દિવસ કરશે પ્રવાસ. 3 દિવસના પ્રવાસમાં નિરિક્ષકો કાર્યકર્તા અને સામાન્ય જનતાને મળશે. માત્ર પુરુષો જ નહીં સક્ષમ હોય તેવી મહિલાને અધ્યક્ષ બનાવવા સૂચના અપાઈ છે.. ઓછામાં ઓછા પાંચ જિલ્લા માટે મહિલા પ્રમુખ પસંદ કરવાના રહશે.. મે મહિના અંત સુધીમાં નિરિક્ષકો તેમનો રિપોર્ટ AICCને સોંપશે..