¡Sorpréndeme!

Rahul Gandhi : ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ નિરીક્ષકોને આપી સ્પષ્ટ સૂચના

2025-04-15 1 Dailymotion

કૉંગ્રેસ સંગઠનને વધુ મજબુત કરવાના અભિયાનની ગુજરાતથી શરૂઆત થઈ છે.. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર કૉંગ્રેસના નિરીક્ષકોને જવાબદારી સોંપી દીધી છે.. એક કેન્દ્રીય નિરીક્ષકની સાથે ચાર ગુજરાતના નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. જિલ્લા-શહેર કૉંગ્રેસ અધ્યક્ષની પસંદગી 23 એપ્રિલથી શરૂ થશે. નિરીક્ષકોએ જિલ્લા-શહેર અધ્યક્ષ માટે પાંચ નામની પેનલ બનાવવાની રહેશે . નિરીક્ષકોએ તેમને સોંપેલા સમગ્ર જિલ્લા કે શહેરનો પ્રવાસ કરવાનો રહેશે. નિરીક્ષકો જ્યારે જાય ત્યારે ત્રણ ત્રણ દિવસ રોકાવાનું રહેશે. જિલ્લા કે શહેરમાં કોણ સૌથી વધારે સક્ષમ અને પોપ્યુલર છે તે જાણવુ, જિલ્લામાં કે શહેરના પ્રવાસ દરમિયાન માત્ર નેતાઓને મળવાનું નથી. નિરીક્ષકોએ જિલ્લામાં કાર્યકરો અને સામાન્ય જનતાને મળવાનું રહેશે. સામાન્ય જનતા અને કાર્યકરો કહે તેનું નામ પ્રમુખ માટે નક્કી કરવાનું. ન માત્ર પુરૂષો, પણ મહિલાઓને શોધીને પણ અધ્યક્ષ બનાવો. રાજ્યના ઓછામાં ઓછા પાંચ જિલ્લામાં મહિલા પ્રમુખ પસંદ કરવાના છે. આ મહેનત ગુજરાતમાં સરકાર બનાવવા માટે નથી.. આ મહેનત ગુજરાતમાં ગ્રાઉન્ડ પર કૉંગ્રેસનું અસ્તિત્વ દેખાય તેની છે. કોઈપણ મોટા નેતાની ભલામણથી એકપણ નામ દાખલ કરવાનું નથી..મે મહિનાના અંત સુધીમાં નિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ AICCમાં સબમીટ કરવાનો રહેશે.