નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવનાર મેટ્રો રેલના AGM કપિલ શર્માની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ. પંકજ પ્રસુન સિંઘ નામના વ્યક્તિએ કરેલી અરજીના આધારે ક્રાઈમબ્રાન્ચ તપાસ કરી. જેમાં કપિશ શર્મા બેંગાલુરૂની યુનિવર્સિટીમાં BE સિવિલ એન્જિનિયરીંગનું નકલી સર્ટિફિકેટ બનાવી નોકરી પર લાગ્યો હોવાનો ખુલાસો થયો. આરોપી વર્ષ 2016 બાદ મેટ્રો રેલમાં પહેલા સિનિયર મેનેજર અને બાદમાં પ્રમોશન મેળવી આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે પ્રમોટ થયો હતો. ફરિયાદી પંકજ પ્રસુન સિંઘ અને આરોપી કપિલ શર્મા અગાઉ મિત્રો હતા. જે બાદ આરોપી કપિલ શર્માએ પંકજ પ્રસુન સિંઘને સારી જગ્યા પર નોકરી રાખવાનું કહીને ગુજરાત બોલાવ્યો હતો. ક્રાઈમબ્રાન્ચની તપાસમાં આરોપી કપિલ શર્મા વિરૂદ્ધ મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોધાઈ ચુકી હોવાનો ખુલાસો થયો છે.. એટલુ જ નહીં. વિવાદાસ્પદ IAS અધિકારી સંજય ગુપ્તાની કેમ્બે કંપનીમાં મેનેજર તરીકે પણ બજાવી ચૂક્યો છે ફરજ..