કચ્છ જિલ્લાના આડેસરમાં કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામ પર પ્રશાસનનું બુલડોઝર. કુખ્યાત હારૂન હિંગોરજાએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. આલીશાન હોટલ અને રહેણાંક મકાન ખડકી જમીન પચાવી પાડી હતી. આડેસરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી પ્રશાસને ગેરકાયદે હોટલ અને મકાન પર બુલડોઝર ફેરવી દીધું.
કચ્છ જિલ્લાના આડેસરમાં કુખ્યાત આરોપીના ગેરકાયદે દબાણો પર પ્રશાસનની બુલડોઝર કાર્યવાહી. કુખ્યાત હારૂન હિંગોરજાએ સરકારી જમીન પર કરેલ ગેરકાયદે બાંધકામ પર પ્રશાસનને બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કર્યુ. કુખ્યાત આરોપી હારૂન અયુબ હિંગોરજાએ સરકારી જમીન પર આલીશાન હોટલ અને રહેણાંક મકાન ખડકીને દબામ કર્યુ હતુ. આજે સવારે આડેસરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી પ્રશાસને ગેરકાયદે હોટલ અને મકાન પર બુલડોઝર ફેરવીને સરકારી જમીન ખુલ્લી કરી હતી. કુખ્યાત હારૂન હિંગોરજા વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ખનીજ ચોરી સહિતના ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે..