¡Sorpréndeme!

Ahmedabad News: અમદાવાદના અસામાજિક તત્વોનો આતંક, વેજલપુરમાં CCTV,વાહનોમાં કરી તોડફોડ

2025-04-12 1 Dailymotion

અમદાવાદના વેજલપુરમાં અસામાજિક તત્વોનો આતંક. 3 શખ્સોએ પૂરપાટ ઝડપે ગાડી ચલાવી બૂમો પાડી કર્યા હેરાન. સીસીટીવી કેમેરા તોડી પાર્કિંગમાં રહેવા વાહનોમાં પણ કરી તોડફોડ. 

ટીવી સ્ક્રિન પર દેખાતા આ દ્રશ્યો ઉત્તર પ્રદેશ કે બિહાર ના નહી.પણ સ્માર્ટ સિટી અમદાવાદના છે. જ્યાં પોલીસથી બેખોફ અસામાજિક તત્વો રહિશો પર મચાવી રહ્યા છે આતંક.. વેજલપુર અરવલ્લી સોસાયટીના એક્તા મેદાન નજીકના આ સીસીટીવી દ્રશ્યો છે.. જ્યાં એઝાઝ ઘાંચી, સાજીદ હનીફભાઈ અને ઝહર ઉર્ફે કવ્વાલ શેખ નામના ત્રણ શખ્સોએ ગુંડાગર્દી કરીને સ્થાનિકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો. કારમાં આવીને પહેલા તો સોસાયટીમાં પાર્ક વાહનોમાં તોડફોડ કરી. બાદમાં સોસાયટીના સીસીટીવી કેમેરા પણ તોડવાનો પ્રયાસ કર્યો. રોકવાનો પ્રયાસ કર્યો તો ગુંડાતત્વોએ સોસાયટીના સભ્યોને માર માર્યો.. અને પોલીસમાં ફરિયાદ કરશો તો આખી સોસાયટી સળગાવી દેવાની પણ ધમકી આપી. અસામાજિક તત્વોના આતંકથી કંટાળીને સોસાયટીના રહીશોએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી.