¡Sorpréndeme!

Hun To Bolish : હું તો બોલીશ : ગામ અને શહેરમાં ભય કોનો?

2025-04-10 1 Dailymotion

અમદાવાદના પાલડીમાં તોફાની વાનરોએ આતંક મચાવ્યો.. પાલડી વિકાસગૃહ રોડ ઉપર આવેલી નવપદ સોસાયટી.. શારદા સોસાયટી. અમુલ સોસાયટી અને ઓપેરા સોસાયટી. આસપાસ વાનરો તરખાટ મચાવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં વાનરોએ 20 લોકોને બચકા ભરતા લોકો ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે. લોકો લાકડી અને દંડા સાથે ઘર બહાર નીકળી રહ્યા છે.. વન વિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા, જેમાં કેટલાક વાનરો પૂરાયા. સ્થાનિકોનું કહેવું છે, આતંક મચાવનારા વાનરોને પાંજરે પૂરવામાં આવે..પકડાયેલા વાનરો હિંસક નથી. 

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં વાનરના કારણે આગ લાગવાની ઘટના બની. ગાયત્રી નાસ્તા હાઉસના પતરાના શેડ પર વાનર કુદતા શેડ તૂટ્યો...અને શેડ તૂટવાને કારણે શોર્ટ સર્કિટ થતા આગ લાગી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. 

પંચમહાલના ગોધરા શહેરના જહુરપુરા વિસ્તારમાં હડકાયેલા શ્વાને તરખાટ મચાવ્યો છે. એક સાથે 21 લોકોને હડકાયેલા શ્વાને બચકા ભરતા તમામને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક આઠ વર્ષના બાળક અને એક મહિલા પર પણ શ્વાને હુમલો કર્યો. ગોધરા શહેરમાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે જેના કારણે લોકોમાં આક્રોશ અને ભયનો માહોલ છે.