અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકો જોડાયા. અને અમેરિકામાં 1400થી વધુ રેલીઓ યોજાઈ. આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે 6 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રદર્શનકારીઓ નોકરીમાં કાપ, અર્થતંત્ર અને માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર સરકારના નિર્ણયોનો વિરોધ કરી રહ્યા છે....આ વિરોધ પ્રદર્શનને હેન્ડ્સ ઓફ નામ આપવામાં આવ્યું છે. હેન્ડ્સ ઓફનો અર્થ થાય છે. 'અમારા અધિકારોથી દૂર રહો. વિરોધ પ્રદર્શનમાં 150થી વધુ સંગઠનોએ ભાગ લીધો હતો.. જેમાં નાગરિક અધિકાર સંગઠનો, મજૂર સંગઠનો, LGBTQ+ વોલંટિયર્સ નિવૃત્ત સૈનિકો અને ચૂંટણી કાર્યકરો સામેલ હતા.