રાજકોટ પોલીસ ફરી એકવાર આવી વિવાદમાં. નાના મૌવા રોડ પર પોલીસકર્મીએ યુવકો પર ખાખી વર્દીનો રૌફ જમાવ્યો. હાથમાં લાકડી લઈને પોલીસકર્મીએ યુવકોને માર માર્યો. નાના મૌવા રોડ પર યુવકના સ્કૂટર પાછળ પોલીસકર્મીની કાર ટકરાઈ હતી. કાર જોઈને ચલાવવાનું કહેતા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા નામના પોલીસકર્મીએ લાકડીથી યુવક પર હુમલો કરી દીધો..
રાજકોટ પોલીસ ફરી એકવાર આવી વિવાદમાં.. પોલીસકર્મીની દાદાગીરીના વીડિયો આવ્યા સામે. નાના મૌવા રોડ પર પોલીસકર્મીએ યુવકો પર જમાવ્યો ખાખી વર્દીનો રૌફ. જરા જુઓ આ દ્રશ્યો.. હાથમાં લાકડી લઈને પોલીસકર્મીએ યુવકોને માર્યો માર. નાના મૌવા રોડ પર યુવકના સ્કૂટર પાછળ પોલીસકર્મીની કાર ટકરાઈ હતી. કોર જોઈને ચલાવવાનું કહેતા ટ્રાફિક પોલીસકર્મીમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા નામના પોલીસકર્મીએ યુવકો પર કાયદાના ડંડા સાથે તૂટી પડ્યો. પોલીસકર્મીએ લાકડીથી યુવક પર હુમલો કરી દીધો. પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો પીડિત યુવકોનો આરોપ છે.. દાદાગીરી કરનાર પોલીસકર્મી વિરૂદ્ધ કડક કાર્યવાહીની પીડિત યુવકોએ કરી માગ