¡Sorpréndeme!

Rajkot News: જામકંડોરણાના હરિયાસણમાં 100 ચોરસ વાર પ્લોટને લઈને બે જૂથ વચ્ચે મારામારીના LIVE દ્રશ્યો

2025-04-06 0 Dailymotion

જામકંડોરણાના હરિયાસણમાં બાંધકામને લઈને સર્જાયું ધિંગાણું. 100 ચોરસ વાર પ્લોટના બાંધકામને લઈને બે જૂથ વચ્ચે થઈ જોરદાર મારામારી.  સીસીટીવીમાં કેદ આ દ્રશ્યો જુઓ.. 100 ચોરસ વારના પ્લોટ પર રવિ પરમારે કબજો કર્યો હતો. જો કે પ્રશાસને પ્લોટનો કબજો ખાલી કરાવીને મહેશભાઈ પરમારને સોંપ્યો હતો.. એ જ વાતની અદાવતમાં રવિ પરમારે મહેશ પરમાર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો. મારામારીના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રવિ પરમાર અને મહેશ પરમારના પરિવારજનોએ એકબીજા પર હુમલો કરી દીધો. જે હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેશ પરમારને જામકંડોરણામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો.  જ્યારે મારામારીની આ ઘટનાના સીસીટીવી ફુટેજના આધારે જામકંડોરણા પોલીસે વધુ તપાસ હાથ ધરી.