રાજકોટ મહાનગરપાલિકા હોય કે રૂડાના અધિકારીઓ આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય તેવો ઘાટ જોવા મળે છે...આવું અમે કેમ કહીએ છીએ તે કહી દઉં. ગઈકાલે કુવાડવા રોડ પરની આવેલી જે.કે.ફાર્મ નામની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે કે, રૂડાની અને GPCBની NOC અને મંજૂરી વગર જ ફેક્ટરી ધમધમતી હતી. આ મુદ્દે જ્યારે ફેકટરીના માલિક દિપન પ્રજાપતિને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે, વેસ્ટ કેમિકલ નીકળતું ન હોવાથી લાયસન્સ લેવું ન પડે. રૂડાની પણ મંજૂરી નહોતી લીધી. તો રૂડાના ચીફ એક્ઝિક્યુટીવ જી.વી.મીયાણીએ સ્વીકાર્યુ કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકિંગ કર્યુ નથી તેનું આ પરિણામ છે.. ગેરકાયદે બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં આવશે..