¡Sorpréndeme!

Hun To Bolish : હું તો બોલીશ : વકફના વિવાદનું સત્ય શું?

2025-04-02 0 Dailymotion

વિવાદોના વંટોળ વચ્ચે રહેલું વકફ સંશોધન બિલ 2024 આજે લોકસભામાં રજૂ થયું.. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ બિલ રજૂ કર્યું. આ બિલ દ્વારા વક્ફ બોર્ડની મિલકતોને કાયદાકીય દાયરામાં લાવવાનો પ્રસ્તાવ છે. જો કે આ બિલનું ભાજપ અને તેના સાથી પક્ષો સમર્થન કરી રહ્યા છે તો કોંગ્રેસ અને ઈન્ડિયા અલાયન્સ વિરોધમાં છે. રિજિજુએ કહ્યું- જો અમે આજે આ સુધારા બિલ રજૂ ન કર્યું હોત, તો અમે જે ઇમારત એટલે કે સંસદ ભવન પર પણ વકફ દાવો કરી શકત. જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં ન આવી હોત તો ઘણી અન્ય મિલકતો પણ રદ થઈ ગઈ હોત.

સરકારનું કહેવું છે કે, વકફ એમેન્ડમેન્ટ બિલનો ઉદ્દેશ દેશમાં વકફ પ્રોપર્ટીના સંચાલન અને વહીવટમાં સુધારો કરવાનો છે. વકફ એક્ટ 1995 મુસ્લિમો દ્વારા દાનમાં આપવામાં આવેલી મિલકતોના સંચાલનનું નિયમન કરે છે. તો આ બિલ મુદ્દે વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યું છે. તેઓ આ બિલને ગેરબંધારણીય અને મુસ્લિમ વિરોધી ગણાવી રહ્યા છે. વકફ બિલ પર મુસ્લિમ સંગઠનોનો દાવો છે કે, નવો સુધારો પસાર થયા બાદ કલેક્ટર રાજ અસ્તિત્વમાં આવશે. અને કઈ મિલકત વકફ છે અને કંઈ નથી તે અંગે વકફ ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી રહેશે નહીં. અત્યારસુધી આ સત્તા વકફ ટ્રિબ્યુનલ પાસે છે. વકફ એક્ટમાં પ્રસ્તાવિત સુધારો બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાની પણ વિરુધ્ધ છે. અને તે બંધારણની કલમ 14, 15 અને 25નું ઉલ્લંઘન છે. જો કે, સરકારનું કહેવું છે કે, વિપક્ષ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. જો બિલનો વિરોધ કરવો હોય તો દલીલો થવી જોઈએ. શું ગેરબંધારણીય છે તે પણ જણાવવું જોઈએ. આ મુદ્દે અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે કે, અમે વોટ બેન્કની રાજનીતિ નથી કરતા. વકફના દાનની તપાસ થાય તો વાંધો શું છે...રેલવે જેટલી જમીન વકફ પાસે છે. ઓડિટ કરાશે તો પારદર્શિતા આવશે...જેમને વાંધો હોય તેઓ કોર્ટમાં જાય.