રાજકોટમાં બોગસ દસ્તાવેજો રજુ કરી લોન લેવાના કૌભાંડમાં પોલીસે આઠ આરોપીઓની કરી ધરપકડ.. 150 ફુટ રોડ પર શીતલ પાર્ક નજીક આવેલ મિન્ટિફી ફિનસર્વ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ત્રણ કર્મચારીઓએ મોટુ કમિશન મેળવવાની લાલચમાં 4.13 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો છે.. છેલ્લા દોઢ વર્ષથી બોગસ દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરવાનું કૌભાંડ આચરવામાં આવતુ હતુ.. કંપનીના લીગર મેનેજરે કંપની સાથે સંકળાયેલા ત્રણ કર્મચારીઓ તેમજ 25 લોન ધારકો સહિત 28 વ્યક્તિઓ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમ હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.. ફરિયાદના આધારે પોલીસે આઠ જેટલા આરોપીની ધરપકડ કરી..