ડીસા ગોડાઉન બ્લાસ્ટ કેસમાં બચી ગયેલા રાજેશ નાયકે એબીપી અસ્મિતા સાથે વાત કરતા ચોંકાવનારા ખુલાસા કર્યા. રાજેશ નાયક મુજબ એક હજાર નંગ સુતળી બોંબ બનાવવાના કારીગરોને 500 રૂપિયા મળતા હતા. હોળીની રજા પહેલા 17 દિવસ આ જ ગોડાઉનમાં સુતળી બોમ્બ પણ બનાવવામાં આવ્યા હતા.
દુર્ઘટનામાં 21 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે.. 21 મૃતકો પૈકી 18 મધ્યપ્રદેશના રહેવાસી છે.. જ્યારે એક સ્થાનિક છે.. જ્યારે દુર્ઘટનામાં છ ઈજાગ્રસ્તો પૈકી ત્રણને ડીસા, બેને પાલનપુર અને એક દર્દીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.. મૃતકના સ્વજનો ન્યાયની માગ સાથે આક્રંદ કરતા જોવા મળ્યા.. હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનોએ ભારે રોષ સાથે વેદના વ્યક્ત કરી. મૃતકના પરિવારના રોષને જોતા ડીસા સિવિલ હોસ્પિટલ પર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.. જ્યારે પોલીસ સુરક્ષા સાથે 10 જેટલા મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા છે.. જો કે હજુ પણ બે મૃતદેહને ઓળખ બાકી હોવાથી તેમના DNA કરવામાં આવશે..