¡Sorpréndeme!

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રી

2025-04-01 0 Dailymotion

નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ પ્રજા પર ટોલ ટેક્સનો બોજો વધ્યો છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો પર આવેલા ટોલ પ્લાઝા પર આજથી ફરી ટોલ ટેકસમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. ટોલ ટેક્સમાં 5થી 15 ટકાનો વધારો છે. મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરીકોની મુસાફરી વધુ મોંઘી બનશે.. સ્થાનિકોમાં ભારો ભાર રોષ પણ છે. નાગરિકોનો આરોપ છે કે, ટોલ ટેક્સમાં વધારો,, પરંતુ સુવિધામાં માત્ર શૂન્ય.

લગભગ છ મહિનાના સમય ગાળામાં જ અમદાવાદ - વડોદરા વચ્ચેના એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. હવે કાર અને જીપચાલકે રૂપિયા 135ના બદલે 140 રૂપિયા અને રિટર્નમાં 205ના બદલે રૂપિયા 215 ચુકવવા પડશે.. આ જ પ્રકારે તમામ પ્રકારના વાહનોમાં વધારો ટોલ ટેક્સમાં વધારો કર્યો છે.