¡Sorpréndeme!

Deesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોત

2025-04-01 0 Dailymotion

બનાસકાંઠાના ડીસામાં બની અત્યંત દુઃખદ દુર્ઘટના. ઢુંવા રોડ પર દિપક ફટાકડા નામના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો.. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ગોડાઉન જ આખુ જમીનદોસ્ત થયુ ગયુ. 200 મીટર દુર સુધી કાટમાળ ફેલાયો. સાથે જ ગોડાઉનમાં કામ કરતા 21 નિર્દોષ વ્યક્તિના મોત નિપજ્યા.. ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.. ગોડાઉનના કાટમાળમાંથી એક બાદ એક મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતકોમાં મોટાભાગના મધ્યપ્રદેશના રહેવાસી છે. બ્લાસ્ટના સમાચાર વાયુ વેગે ફેલાતા આસપાસના વિસ્તારના લોકો અને ગોડાઉનમાં કામ કરતા શ્રમિકોના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા. ઘટનાસ્થળની સ્થિતિ જોઈને શ્રમિકોના પરિવારજનો હતપ્રત થઈ ગયા. આ દુર્ઘટનામાં મેહુલ લુહાર નામના એક ડિસાના યુવકનું પણ મોત નિપજ્યું છે. પોલીસ અને પ્રશાસનની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા. જ્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોએ ચોંધાર આંસુ સારતા જવાબદાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી.