ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ખુદ રાંદેર પોલીસ સ્ટેશનના હિદયાતનગરના PSI અશોક પટેલે ઉડાવ્યા છે. PSIની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યો છે. 28 માર્ચે હિદયાતનગર પોલીસ સ્ટેશન પાસે ગાડી હટાવવા બાબતે સ્થાનિકો સાથે નશાની હાલતમાં PSI અશોક પટેલે બબાલ કરી હતી. વાત મારામારી સુધી પહોંચી હતી. જેને લઈને સ્થાનિકોએ ભેગા મળીને તેને પોલીસને સોંપ્યો. પોલીસ કર્મીઓ આવી PSI એ.એ. પટેલને ત્યાંથી લઈને નીકળી ગયા. સ્થાનિકોએ તેની પાછળ પાછળ પીછો કરતા હોય તેવો વીડિયો પણ વાયરલ કર્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે, પોલીસકર્મીઓ જ PSIને રીક્ષામાં બેસાડી તેના ઘર સુધી મૂકી આવ્યા. હાલ તો આ PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને સુરત સિવિલ હોસ્પિટલમાં PSIના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે, રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.