¡Sorpréndeme!

Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત

2025-03-31 0 Dailymotion

સુરેન્દ્રનગરના સાયલા પાળીયાદ હાઈવે પર અકસ્માત સર્જાતા  એક વિદ્યાર્થીનું મોત, 10 થી વધુ બાળકો ઈજાગ્રસ્ત. ડમ્પ ચાલકે સ્કૂલ વાન ચાલકને ટક્કર મારતા બની ઘટના. તમામ બાળકો વાંટાવચ્છ, ઉમાપરા ગામના વતની. ઈજાગ્સ્ત બાળકોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર..અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત. જ્યારે 10થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ..સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ ખાનગી સ્કૂલની વાન વિદ્યાર્થીઓને ઘરે મુકવા માટે જઈ રહી હતી. એ સમયે પાળીયાદ હાઈવે આવેલા વાંટાવચ્છ ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો. ડમ્પરે સ્કૂલવાનને અડફેટે લેતા સમગ્ર વિસ્તાર બાળકોની ચીંચયારીથી ગાજી ઉઠ્યો..તાત્કાલિક 108 સ્થળ પર દોડી આવી અને ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાયા. સારવાદ દરમિયાન રોહિત વચકાણી નામના 13 વર્ષીય તરૂણનું મોત થયું...અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો..જેની શોધખોળ ચાલી રહી છે..