¡Sorpréndeme!

Rajkot Accident CCTV Footage: રાજકોટના ધોરાજીમાં બે ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે

2025-03-31 0 Dailymotion

રાજકોટ જિલ્લાના ધોરાજીની ક્રિસ્ટલ સ્કૂલ નજીક અકસ્માત.. બે ડમ્પર સામસામે ધડાકાભેર અથડાયા. જામકંડોરણા રોડ પર ક્રિસ્ટલ સ્કૂલ નજીકથી એક ટ્રક પસાર થઈ રહી હતી. પાછળ એક કાર અને તેની પાછળ એક ડમ્પર જઈ રહ્યુ હતું. ટ્રક ચાલકે બ્રેક મારતા ડમ્પર ચાલકે કારને બચાવવી કોશીશ કરી. આ દરમિયાન સામેથી આવતા અન્ય ડમ્પર સાથે ટક્કર થઈ. અકસ્માત બાદ હાજર લોકો તાત્કાલિક દોડી આવ્યા. અને ટ્રકમાં સવાર લોકોને બહાર કાઢ્યા


રાજકોટના ધોરાજીની ક્રિસ્ટલ સ્કૂલ નજીક સર્જાયો અકસ્માત. રવિવારે બે ડમ્પર સામસામે ધડાકાભેર અથડાયા.. સીસીટીવીમાં કેદ અકસ્માતના આ દ્રશ્યો જુઓ.. જામકંડોરણા રોડ પર ક્રિસ્ટલ સ્કૂલ નજીકથી એક ટ્રક પસાર થાય છે. તેની પાછળ એક કાર અને તેની પાછળ એક ડમ્પર જઈ રહ્યુ છે. ટ્રક ચાલકે બ્રેક મારતા જ ડમ્પર ચાલકે કારને બચાવવા જતા સામેથી આવતા બીજા ડમ્પર સાથે અથડાય છે.. અકસ્માત બાદ હાજર લોકો તાત્કાલિક દોડી આવે છે. અને ટ્રકમાં સવાર લોકોને બહાર કાઢે છે.. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી..