લાલ કપડુ એટલે ખતરાનું નિશાન. રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો આ વાયરલ વીડિયો જુઓ.. બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છુટો પડી ગયો. લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છુટી પડીને નીકળી ગઈ. બેદરકારી તો જુઓ. વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે લાલ કપડુ રાખી દેવામાં આવ્યુ. એક રાહદારીએ વીડિયો ઉતારીને સોશલ મીડિયામાં વાયરલ કરીને નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને છતી કરી. વાયરલ વીડિયો બાદ નેશનલ હાઈવે ઓથોરિટીના મેન્ટેનન્સ મેનેજરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યુ કે વારંવાર લોખંડના ગડરની ચોરી કરવામાં આવે છે. અગાઉ પણ આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.. રાત્રિના સમયે ચોર લોખંડના ગડરને કટરથી કાપીને ચોરી જાય છે.. હાલ તો તાત્કાલિક મેન્ટેનન્સની કામગીરી કરાશે સાથે જ બ્રિજ પર સીસીટીવી કેમેરામાં પણ લગાડવામાં આવશે..