રાજકોટમાં નથી અટકી રહી અકસ્માતની વણઝાર. 25 માર્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફુટેજ આવ્યા સામે. ટેસ્ટ ડ્રાઈવ માટે રાખેલ સ્કોડા કારે બાઈક સવાર યુવક અને યુવતીને હવામાં ફંગોળ્યા. સીસીટીવીમાં કેદ થયેલા આ દ્રશ્યો જુઓ. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેના પટેલ ચોકમાં અકસ્માતની ઘટના બની. સ્કોડા કાર ચાલકે અડફેટે લેતા યુવક ફુટબોલની જેમ ફંગોળાઈને ફુટપાથ પર પટકાયો. જ્યારે યુવતી ઉછળીને કારના બોનેટ પર પડી. પ્રાથમિક માહિતી અનુસાર કાર સ્કોડા શો રૂમનો કર્મચારી ચલાવી રહ્યો હતો. જ્યારે દૈનિક ધોકીયા નામનો બાઈક સવાર યુવકને સારવાર માટે પહેલા સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ખસેડાયો. જ્યારે યુવતીની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર.