સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામીએ દ્વારકાધીશ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈને ઠેર ઠેર આક્રોશ ફાટી નીકળ્યો. સુરતમાં આહિર સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરણ સ્વામીનો કર્યો વિરોધ. પુના વિસ્તારની સંસ્કારધામ સોસાયટીના રહીશોએ આ બાબતે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ સાથે વિરોધ કર્યો. દ્વારકાધીશ વિશે ટિપ્પણી કરતા ગીર સોમનાથના સોમપુરા બ્રહ્મ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવાદાસ્પદ નિવેદન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા માગ કરી. અમરેલીમાં શહેર પોલીસ સ્ટેશનમાં પણ અરજી દાખલ કરવામાં આવી. કે પોતાના ઈષ્ટદેવને મોટા બતાવવા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ વારંવાર હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. નીલકંઠચરણના બોલ બચ્ચન પર દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી માધવપ્રિય સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં તેમણે પણ નીલકંઠચરણના નિવેદનને વખોળ્યું...અને કહ્યુંકે કોઈ દેવી દેવતા કે અન્ય કોઈના ઈસ્ટ દેવ વિશે બેફામ નિવેદનો ન કરવા જોઈએ...આવો સાંભળી લઈએ. સાધુનો બફાટ..ત્યારબાદ આક્રોશ...અને માધવપ્રિય સ્વામીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું.