¡Sorpréndeme!

Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

2025-03-11 0 Dailymotion

માર્ચ મહિનાથી જ રાજ્યમાં શરૂ થઇ ગઇ આકરી ગરમી. હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ. આગામી 48 કલાક માટે 19 જિલ્લામાં હિટવેવની આગાહી. સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી તાપમાન વધુ...5 જિલ્લામાં વોર્મ નાઇટનું એલર્ટ. બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં હીટ વેવની સંભાવના. હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી મળશે આંશિક રાહત. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી 3 ડિગ્રીનો થઇ શકે છે ઘટાડો  

આકાશમાંથી વરસી અગનવર્ષા. નાગરિકો શેકાયા આકરા તાપમાં. તાપના ટોર્ચરથી નાગરિકો પોકારી ઉઠ્યા તોબા. માર્ચ મહિનાથી જ રાજ્યમાં ગરમીની થર્ડ ડિગ્રી શરૂ થઈ ગઈ છે.. હવામાન વિભાગે આગામી 48 કલાક હીટવેવની આગાહી વ્યક્ત કરી છે.. હવામાન વિભાગે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. હવામાન વિભાગે પાંચ જિલ્લામાં વોર્મ નાઈટ એટલે કે રાત્રી દરમિયાન પર આકરી ગરમીનો અનુભવ થશે તેવી આગાહી વ્યક્ત કરી છે.. તો 19 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે..