¡Sorpréndeme!

Gandhinagar news: પાઠ્યપુસ્તકો 45 ટકા સુધી થશે સસ્તા, વાલીઓ પર આર્થિક ભારણ ઘટવાનું નક્કી

2025-03-10 0 Dailymotion

નવા વર્ષથી છપાનારા પુસ્તકોના ભાવમાં 45 ટકાનો ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે.. પાઠ્યપુસ્તક મંડળે કાગળ ખરીદીની શરતોમાં ફેરફાર કર્યો.. જેને લઈ પુસ્તકોના ભાવમાં ઘટાડો થશે.. જેની સીધી અસર વાલીઓના ખીસ્સા પર થશે એટલે કે આર્થિક ભારણ ઘટશે.. પાઠ્યપુસ્કોની કિંમતનો આધાર કાગળ પર હોય છે.. અત્યાર સુધી રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ 80 GSMના કાગળની ખરીદી કરતું.. પરંતુ હવે નવા નિર્ણયથી 70 GSMના કાગળ ખરીદવાની શરૂઆત કરી દેવામાં આવી.. એટલું જ નહીં ટેન્ડરની શરતોમાં પણ ફેરફાર કર્યો.. પહેલા ટેન્ડરની શરતો એવી હતી કે.. મોટો જથ્થો એક સાથે મંગાવવામાં આવતો હોવાથી કંપનીઓનું ટર્ન ઓવર પણ મોટું હોય તેવું માગવામાં આવતું જેથી નાની કંપનીઓ ભાગ લઈ શકતી ન હથી.. પરંતુ નવી ટેન્ડર પ્રક્રિયામાં એક સાથે મોટા જથ્થામાં કાગળ મગાવવાના સ્થાને બે હજાર ટનના કાગળ મંગાવવામાં આવ્યા.. સાથે જ ટેન્ડરની શરતો પણ હળવી કરી દેવામાં આવી.. ત્યારે નાની કંપનીઓ પણ સ્પર્ધામાં ઉતરી.. આ સ્થિતિમાં સ્પર્ધા વધતા કંપનીઓએ પણ કાગળના ભાવમાં ઘટાડો કર્યો.. જેથી જે કાગળ 100થી વધુ રુપિયાના ભાવનો હતો એ હવે 55થી ઓછા રુપિયામાં મળી રહે છે.. જેની અસર નવા પાઠ્યપુસ્તકોના ભાવ પર થશે..