ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરી હાફુસ કેરીનું આગમન. યાર્ડમાં કેસર કેરીના 22 બોક્સની આવક થઈ.. ગીર ગઢડા તાલુકાના નીતલી, ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું. કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલો બોક્સના ભાવ બે હજાર 500થી લઈને ત્રણ હજાર 100 સુધી બોલાયા.. જ્યારે રત્નાગીરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ પાંચ હજાર 500 બોલાયો.. માર્કેટ યાર્ડમાં આ વર્ષે કેસર કેરીનું 15 દિવસ વહેલુ આગમન થયું..