¡Sorpréndeme!

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?

2025-03-06 0 Dailymotion

ટેકાના ભાવે ખરીદાયેલી મગફલીના ગોડાઉનમાં વિતેલા વર્ષોમાં આગ અને ગોબાચારીની ઘટનાઓ બાદ ફરી એક વખત સરકારે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગની ઘટના. આ વખતે આગ ભભૂકી સુરેન્દ્રનગરમાં જ્યા નાફેડે આ સિઝનમાં મગફળીની ખરીદી રાખી હતી. આ ગોડાઉનમાં મગફળી અને સોયાબીન સહિત ટેકાના ભાવે ખરીદાયેલ 18 હજાર મેટ્રિક ટન જથ્થો હતો. અનુમાન મુજબ મગફળીની 25 હજાર 556 બોરી બળીને ખાખ થઈ. એબીપી અસ્મિતાને મળેલી જાણકારી મુજબ નાફેડે ચાર મહિના અગાઉ ભાડે લીધુ હતું. બીજો કોઈ અન્ય કપાસનો જથ્થો કે અન્ય જણસી પડી છે, એમાં કોઈ નુકસાન થયુ નથી.

વર્ષ 2018માં હતુ કૌભાંડ. જૂનાગઢના જી.આઇ.ડી.સી.માં આવેલા ગોડાઉનમાં મોટી ધણેજની મંડળીએ ખરીદેલી મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો. ખેડૂત હિતરક્ષક સમિતીએ જનતા રેડની ચીમકી ઉચ્ચારી હતી. અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 30 હજાર મગફળીની બોરીઓ હતી. જેમાં માટીના ઢેભા રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણની તપાસ જેતપુર પોલીસ કરી હતી. જેતે સમયે કોંગ્રસના આગેવાનોએ ધરણા પણ કર્યા હતા.