અમદાવાદના વાસણા નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલમાં સ્કોર્પિયો ખાબકી. ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા ગયા અને આ અકસ્માત સર્જાયો. યુટર્ન લેતી વખતે ભૂલથી એક્સિલેટર આપી દીધું હતું,. ઝાડીઓની વચ્ચેથી ગાડી કેનાલમાં ખાબકી. આસપાસના લોકોએ ખુબ મહેનત કરી. સ્થાનિક તરવૈયાઓ પણ ત્યા કેનાલમાં ઉતર્યા, આસપાસના લોકો બૂમાબૂમ કરતા રહ્યા. ગાઈડ કરતા હતા કે, કાચ તોડો દરવાજો ખોલો પણ બચાવી ન શકાયા.
રીલ બનાવવાની ઘેલછામાં લોકો કઈ પણ કરવાનું નથી ભૂલતા. બે યુવકોના મૃતદેહ બહાર કઢાયા છે. યક્ષ ભંકોડિયા, યશ સોલંકી નામના યુવકનો મૃતદેહ મળ્યો. ક્રિશ દવે નામનો યુવક હજુ પણ લાપતા છે. યુવકો ઘરેથી ટ્યુશન જવાનુ કહી નીકળ્યા હતા. અને માતા-પિતાને આ કોઈ ઘટનાની જાણ ન હતી.