ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગુજરાત પ્રદેશ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં વલસાડ, તાપી, નર્મદા, આણંદ, અમદાવાદ, અરવલ્લી, પાટણ, જામનગર શહેર અને જિલ્લો, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના પ્રમુખોના નામનો સમાવેશ થાય છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ટીમમાં અનુભવી નેતાઓ તેમજ યુવા કાર્યકરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
હેમંતભાઇ કાંતિલાલ કંસારા ફરીથી વલસાડ જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળશે. તેઓ પાર્ટીમાં લાંબા સમયથી સક્રિય છે અને જિલ્લા ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. યુવા ચહેરા તરીકે સુરજભાઇ વસાવાને તાપી જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ કામગીરી કરી ચૂક્યા છે. યુવા ચહેરા તરીકે સુરજભાઇ વસાવાને તાપી જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ કામગીરી કરી ચૂક્યા છે. નીલભાઇ પ્રેમશંકર રાવ, જેઓ હાલમાં જિલ્લા મહામંત્રી તરીકે કાર્યરત છે, તેઓ હવે નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળશે. તેઓ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. શૈલેષભાઇ અમૃતલાલ દાવડા, જેઓ વર્તમાન જિલ્લા મહામંત્રી છે, તેમને અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. રમેશભાઇ બાવાભાઇ સિંધવ, વર્તમાન જિલ્લા મહામંત્રી, પાટણ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. તેઓ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જે તેમના સંગઠનાત્મક અનુભવને દર્શાવે છે.