¡Sorpréndeme!

Groundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાન

2025-03-06 2 Dailymotion

સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા છેલ્લા ચાર કલાકથી જહેમત. મગફળીનો જથ્થો ખાખ થતા લાખો રુપિયાનું નુકસાન. 

સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગથી ભારે નુકસાન..ગોડાઉનના આઠ પૈકી એક કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી. આગની ઘટનામાં 50 હજાર કિલો મગફળી બળીને ખાખ થઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે. આગ બૂઝાવવા લીંબડી અને રાજકોટ ફાયર વિભાગની પણ મદદ લેવાઈ..જો કે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ નુકસાનીનો અંદાજ આવશે. 

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના હીટરનગર વિસ્તારમાં આજે સવારે 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવેલા આઠ ગોડાઉનમાંથી એકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી, અને ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગની ગંભીરતા જોતા રાજકોટથી પણ ફાયર ફાઇટરોને બોલાવવા પડ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.