NAVSARI : ક્રાઇમ પેટ્રોલ શૉ જોઈને પ્રેમીએ-પ્રેમિકાને ઉતારી મોતને ઘાટ
વારે વારે રૂપિયા માંગતી પરણિત પ્રેમિકાથી કંટાળેલા પ્રેમીએ ક્રાઇમ પેટ્રોલ જોઇ તેનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો અને સોશ્યલ મીડિયા ઉપર ટેકનીકલ વીડીયો જોઇને પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો હતો. વાત છે નવસારીના અબ્રામાં ગામે 5 દિવસ અગાઉ અર્ધ સળગેલી હાલતમાં મળેલ પરિણીતાના મૃતદેહ પ્રકરણની. જેમાં પ્રેમીએ પ્રેમિકાને તેના પિયર લઇ જઈ, પહેલા ગળુ દબાવી તેનું મોત નીપજાવ્યું અને ખાત્રી થયા બાદ તેના ઉપર ડીઝલ છાંટીને સળગાવી ભાગી છૂટ્યો હતો. જોકે નવસારી LCB પોલીસે CCTV ફૂટેજ અને કોલ ડીટેલ્સને આધારે આરોપી સુધી પહોંચી તેને દબોચી લીધો હતો.
#gujarat #navsari #murder #lovers #police #tv13gujarati