¡Sorpréndeme!

બાલ્કનીમાં જીવ બચાવવા બેઠેલી પ્રાંજલને કોઈ બચાવી ના શક્યુ

2023-01-07 89 Dailymotion

અમદાવાદમાં આજે સવારે ખૂબ જ ગંભીર ઘટના બની હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ઓર્ચિંડ ગ્રીન નામની બિલ્ડિંગના સાતમા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગતા 17 વર્ષની સગીરાનું તરફડીને મોત નીપજ્યું છે. ફાયરબ્રિગેડની ભૂલને કારણે 17 વર્ષીય પ્રાંજલનું મોત થયું હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીએ પ્રાંજલની બૂમાબૂમથી માંડીને તેના સળગીને મોતને ભેટવા સુધીની દર્દભરી હકીકત રજૂ કરી હતી.