પહાડી રાજ્ય ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં મકાનોમાં પડેલી તિરાડોને જોતા અહીં તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ આ અંગે માહિતી આપી હતી. જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડો પડવાને કારણે લોકો મૃત્યુના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે શનિવારે અહીં પહોંચ્યા હતા.