વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં ખેડામાં 33 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરાઈ છે. ખેડા જિલ્લા કલેક્ટરે બદલીના આદેશો આપ્યા છે. 33 નાયબ મામલતદારોને વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા ચૂંટણી કામગીરીમાંથી મુક્ત કરાયા છે તેમજ હંગામી મહેકમ પણ બંધ કરાયું છે. આ તમામને અલગ અલગ વિભાગોની જવાબદારી સોંપાઈ છે.