બનાસકાંઠામાં વાવના ધારાસભ્યએ કોંગ્રેસની સ્થિતિ મુદ્દે બળાપો કાઢી ભાજપની રણનીતિના વખાણ કર્યા હતા. કાંકરેજના ચાંગા ખાતે ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ઋણ સ્વીકાર કાર્યક્રમ દરમ્યાન ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું હતું. સભાને સંબોધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતા, કાર્યકર્તાઓએ ચૂંટણી અંગેની માનસિકતા બદલવાની જરૂર છે.