¡Sorpréndeme!

પોલીસની છબી ખરડાતાં IPS હનીટ્રેપ મામલો નાટકીય ઢબે દબાવી દેવાયો

2022-12-28 31 Dailymotion

કરાઇ એકેડમીમાં ઘોડેસવારીની ટ્રેનિંગ લેવા આવેલી યુવતીએ 6 જુનિયર IPSને હનીટ્રેપમાં ફસાવીને કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. જેને લઇ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ ચર્ચા વાયુવેગે પ્રસરતા રાજ્ય પોલીસ વડાએ સમગ્ર હનીટ્રેપની તપાસ માટે આદેશ કર્યો હતો અને મહિલા એસપી દ્વારા હનીટ્રેપની તપાસ શરૂ કરાઇ હતી.

પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે કેટલાંક સિનિયર અને જુનિયર આઇપીએસ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે. આ જ કારણોસર હનીટ્રેપનો મામલો બહાર આવ્યો હતો. કેટલાંક સિનિયર IPS અધિકારીઓ હનીટ્રેપનો મામલો ફેલાવીને તેઓ સેફ ગેમ રમવા લાગ્યા હતા.