¡Sorpréndeme!

રાજકોટમાં નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ, સ્પિરિટનો ઉપયોગ જાણી ચોંકશો!

2022-12-27 26 Dailymotion

નવા વર્ષની ઉજવણી પહેલાં જ દારૂ અને ડ્રગ્સના દૂષણો ડામવાના પોલીસ પ્રયાસો કરી રહી છે. હજી તો ગઇકાલે 300 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું ત્યાં આજે નકલી દારૂ બનાવતી આખે આખી ફેકટરી રાજકોટમાંથી પકડાયાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટમાંથી દારૂ ભરેલું આખેઆખું ગોડાઉન પકડી કાર્યવાહી હાથ ધરી હતી. નવાગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. ત્યારે તપાસ દરમ્યાન દારૂ બનાવવાની મિનિ ફેકટરી પકડાતા ખળભલાટ મચી ગયો છે. આરોપીઓ ગોડાઉનમાં નકલી દારૂ બનાવતા હોવાનું તપાસમાં ખુલાસો થયો છે.