¡Sorpréndeme!

10 વર્ષનું બાળક સોફ્ટપિન ગળી જતા ફેફસાંમાં ફસાઇ, સિવિલના ડૉકટર્સે કરી સફળ સર્જરી

2022-12-24 34 Dailymotion

અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની નંબર વન હોસ્પિટલ ગણાય છે. માત્ર ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીંયા સારવાર લેવા આવતા હોય છે. સિવિલ હોસ્પિટલ નામ સાંભળતા અનેક લોકો તેમાં સારવાર લેવાનું પસંદ નથી કરતાં પરંતુ જ્યારે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દર્દીનો હાથ પકડતા નથી ત્યારે સિવિલ હોસ્પિટલના જ નિષ્ણાત ડોક્ટરો દર્દી માટે ભગવાન બની ઉતરે છે. આવો જ એક કિસ્સો હાલ સિવિલમાં બન્યો છે. જેમાં 10 વર્ષના એક બાળકને સોફટ પિન મેગ્નેટ ગળી જતા જમણા ફેફસામાં ફસાય ગઇ હતા. એવામાં ડોક્ટરોએ સફળ સર્જરી દ્વારા તેને નવજીવન બક્ષ્યું હતું.