¡Sorpréndeme!

કચ્છમાં ભેખડ ધસી પડતા ત્રણના મોત, પાંચ સેકન્ડમાં તોતિંગ ટ્રકનો કચ્ચરઘાણના CCTV

2022-12-24 26 Dailymotion

કચ્છમાં પૈયા ગામના પાસે ભેખડ ધસી પડવાની ઘટનાના CCTVના વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભૂજથી અંદાજે 100 કિલોમીટર દૂર ખાવડા નજીક રતિયાળા પાસે આ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોતના સમાચાર છે જ્યારે એકની હાલત ગંભીર કહેવાય છે. ખાણમાં ખોદકામ દરમિયાન અચાનક ભેખડ પડવાનો બનાવ બન્યો હતો. સમમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

માઇલ સ્ટોનની ખાણમાં 50 ફૂટ ઉપરથી પથ્થરો તૂટીને નીચે રહેલા બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર પડતાં તમામ વાહનો 20થી 30 ફૂટ જેટલા કાટમાળ તળે દબાઈ ગયાં હતાં. ઉપરથી ભેખડ પડતા ધૂળની ડમરીઓ ઊડવા લાગી હતી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.