¡Sorpréndeme!

ભગવાન સ્વામિનારાયણના નામ સ્મરણથી નવ ચેતના: PM મોદી

2022-12-24 51 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું. PM મોદીએ જય સ્વામિનારાયણ કરીને સંબોધનની શરૂઆત કરી હતી.

રાજકોટ ગુરુકુળને 75 વર્ષ થઇ રહ્યા છે. હું 75 વર્ષની યાત્રા માટે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણના નામ સ્મરણથી જ નવચેતનાનું સંચાર થાય છે. સ્વામિનારાયણના નામ સ્મરણથી એક અલગ જ ઔલિકક અહેસાસ થાય છે. આવનારું ભવિષ્ય વધુ યશસ્વી હશે. તેનું યોગદાન પણ અપ્રતિમ છે. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ યાત્રાનું 75મું વર્ષ એવા સમયે પૂરું થઇ રહ્યું છે કે જ્યારે દેશ આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે. આ સુખદ સંયોગ છે.