રાજકોટના હાઇપ્રોફાઇલ કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે દેવાયત ખવડના રિમાંડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા 5 દિવસના રિમાંડની માંગ કરવામાં આવી હતી. કોર્ટે દેવાયત ખવડ સહિત હરેશ રબારી, કિશન કુંભારવાડીયાના પણ રિમાંડ મંજૂર કર્યા છે. કોર્ટે સોમવાર સાંજે 4 વાગ્યા સુધીના રિમાંડ મંજૂર કર્યા છે. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં દેવાયત ખવડ હાજર થયા બાદ એ ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી હતી.