લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે વ્યક્તિઓએ મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો. જે બાદ આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. રાજકોટમાં પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ 7 ડિસેમ્બરથી ફરાર છે. રાજકોટ પોલીસ દેવાયત ખવડ અને હુમલામાં સામેલ તેના સાગરીતોને પકડવાના દાવાઓ કરી રહી છે. આ ઘટનાને આજે 9 નવ દિવસ થવા આવ્યા છતાં ખવડની કોઈ ભાળ મળી નથી.