¡Sorpréndeme!

પાકિસ્તાને UNમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જયશંકરે લીધા આડેહાથ

2022-12-15 507 Dailymotion

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બુધવારે (14 ડિસેમ્બર) પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરના જવાબની ખૂબ ચર્ચા થઈ રહી છે. કોઈપણ દેશનું નામ લીધા વિના પાકિસ્તાનની નિંદા કરતા જયશંકરે કહ્યું, "સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા આપણા સમયના મુખ્ય પડકારો, પછી તે રોગચાળો હોય, હવામાન પરિવર્તન હોય, સંઘર્ષ હોય કે આતંકવાદ હોય તેના અસરકારક પ્રતિભાવ પર નિર્ભર છે."