શહેરમાં ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં રૂપિયા 20 લાખ રોકડની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાપુનગરના હીરા બજારમાં ખોડિયાર ચેમ્બર પાસે ખાનગી પેઢીના કર્મચારી રૂપિયા ભરેલી બેગ લઈને નીકળતા બે જેટલા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે અને આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.