¡Sorpréndeme!

ગુજરાતમાં કડકડતી ઠંડી: નલિયા 8.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર

2022-12-10 165 Dailymotion

બંગાળની ખાડીમાં સક્રિય થયેલ લો પ્રેશરને પગલે‌‌ ઠંડીનુ જોર વધી શકે છે. અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું જોર વધ્યું છે. શહેરમાં આજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયુ હતું, જે બે દિવસ પહેલાં 17 ડિગ્રીને પાર પહોંચી ગયું હતુ. બીજી તરફ કચ્છના નલીયામાં તાપમાન 8.8 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ઠંડુ નગર બન્યું છે. પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડી 10.3 ડિગ્રીએ નોંધાયો છે. કંડલા એરપોર્ટ પર 10.8 ડિગ્રી જ્યારે વડોદરામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ રાજ્યમાં બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ઉચકાયા બાદ આજે ફરી ઘટવાનું શરૂ થતા ઠંડીનું જોર વધવા લાગ્યું છે.