વડોદરાની એક સ્કૂલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમા સાવલી રોડ સ્થિત અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થીઓ પાસેથી શરાબની બોટલ અને સિગરેટ મળી આવી હતી. વિધાર્થીઓ પાસેથી દારૂ મળી આવતાં વાલીઓમાં ચકચાર મચી જવા પામી છે. શાળા દ્વારા 4 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.